શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Sunday, December 22, 2019

આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....


♕ શ્રી બાકરોલ પ્રાથમિક શાળા ♕

"જ્ઞાન કી પાઠશાલા" નું ઉપનામ ધરાવતી આ શાળા ખરેખર ખુબ જ સુંદર રીતે બાળકોમાં જ્ઞાનની સરવાણી કરે છે.

શાળાના આચાર્યશ્રી સતીષભાઇ સારી સારી શાળાઓની જાણકારી મેળવે છે સાથે એ શાળાઓની સારી બાબતોને પોતાની શાળામાં અનુસરે છે.  એમણે આ શાળાને ખરા અર્થમાં જ્ઞાન કી પાઠશાલા બનાવી છે.

આ શાળા દેખાવે ખુબ જ સુંદર છે અને એવી જ સુંદર તેની કામગીરી પણ છે. શાળાના વિદ્યાર્થીઓમાં તમામ પ્રકારના ગુણોનો વિકાસ થાય તેવી રીતે તેમને તૈયાર કરવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવમાં આવે છે. 


શાળાએ સોશિયલ મિડિયામાં પણ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે. શાળામાંથી ઇ ડીજીટલ સાપ્તાહિક પત્ર " જ્ઞાનપુષ્પ " બહાર પાડવામાં આવે છે. ઉપરાંત દૈનિક પત્ર " સબકે લીએ સરકારી શિક્ષા, બહેતર હો હમારી શિક્ષા " જેમાં પ્રશ્નોત્તરી, સુવિચાર અને દિનવિશેષ મુકવામાં આવે છે.




468 સંખ્યા અને 14 શિક્ષકો ધરાવતી આ શાળામાં વિદ્યાર્થીઓ અનુભવનું શિક્ષણ મેળવે  છે. ખાસ કરીને શાળાના આચાર્યશ્રી વર્ગમાં દરરોજ વિરામ સમયમાં પણ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓથી તરબોળ કરે છે. સામાન્ય રીતે વિરામ સમયમાં વિદ્યાર્થીઓ મેદાનમાં જતા રહેતા હોય છે ત્યારે આ શાળામાં વિરામ સમયનો સદુપયોગ કરી પ્રવૃત્તિ દ્વિ શિક્ષણ આપવામાં આવે છે.

આ શાળાનો ગામના લોકો સાથે અનેરો સબંધ છે. ગામમાં કોઇને ત્યાં મરણ થાય ત્યારે શિક્ષકમિત્રો તે ઘેર જઇને શ્રીમદ ભગવદ્ ગીતા આપીને એમના દુઃખમાં સાંત્વના આપવા માટે જાય છે અને એ રીતે તે શ્રધ્ધાંજલી આપે છે. શાળાનું આ પગલું ખરેખર અનોખુ છે.

શાળાના આવા સુંદર કાર્યોની નોંધ ગુજરાતી ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક દ્વારા પણ લેવામાં આવી છે.



No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.