આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....
➤ ગઢડા તાલુકાની આ શાળાની ખાસિયત છે કે
જેવું તેનું નામ તેવી જ શાળા, "હરીપર" ની શાળામાં પણ હરિયાળી છે બીજી રીતે કહીયે તો હરિ એટલે ભગવાન. જ્યાં ભગવાન નો વાસ હોય તેવી શાળા.
જેવું તેનું નામ તેવી જ શાળા, "હરીપર" ની શાળામાં પણ હરિયાળી છે બીજી રીતે કહીયે તો હરિ એટલે ભગવાન. જ્યાં ભગવાન નો વાસ હોય તેવી શાળા.
➤ બાળ રૂપી ભગવાનનો વાસ આ શાળામાં છે ત્યારે આ શાળાના મકાન ને જોઈએ તો કોઈ માને નઈ કે આ મકાન પ્રાથમિક શાળાનું હશે. શાળા ગેટ પર જ હરિયાળીના દર્શન થઇ જાય છે અને ત્યાં જ "સ્ટીલના અક્ષરે " લખાયેલું શાળાનું નામ છે. બહારથી જ જે શાળા આટલી સુંદર હોય તે શાળા અંદર થી કેટલી સુંદર હશે ! એવો અનુભવ થયા વિના ના રહે.
➤ આ શાળાના આચાર્યશ્રી જીતેન્દ્ર ગોહેલ સહિત 8 શિક્ષકોનો સ્ટાફ અને 284 બાળદેવો ધરાવતી આ શાળામાં પ્રાર્થના માટેનો વિશાળ શેડ છે સાથે સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.
➤ અવનવા પ્રોગ્રામો શાળાના સ્ટેજને શોભાવે છે. શાળાના બાળકો માટે કિલ્લોલ કરવાનો વિભાગ અલગ અને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યો છે જે કોઇ શહેરના બાગથી કમ નથી.
➤ અવનવા પ્રોગ્રામો શાળાના સ્ટેજને શોભાવે છે. શાળાના બાળકો માટે કિલ્લોલ કરવાનો વિભાગ અલગ અને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યો છે જે કોઇ શહેરના બાગથી કમ નથી.
➤ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ક્યારેક એકબીજામાં એવા ભળી જાય છે કે જોનરા લોકો બંનેનો ભેદ પારખી ન શકે. આ શાળામાં વિદ્યાર્થીઓને જાત અનુભવ કરાવીને જ્ઞાન આપવામાં આવે છે. સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અને બાળકોને પહેલી નજરે ગમી જાય તેવા શૈક્ષણિક સાધનો પણ બનાવવામાં આવે છે.
No comments:
Post a Comment
આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.