શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Monday, December 16, 2019

આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....


♕ શ્રી ઇસનપુર પબ્લીક સ્કૂલ ♕


♞ "વિશ્વાસ સાથે આપણા દિવસો આવશે જ" આવા સૂત્ર સાથે જેણે શિક્ષણ જગતમાં પોતાના કાર્યો થકી ઓળખાણ બનાવી છે એ શાળા એટલે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ.

♞ આ શાળાનું પરિસર ખુબ જ સુંદર છે અને એનાથી પણ સુંદર શાળાના કાર્યો છે. શાળાની કામગીરી એટલી સુંદર છે કે જેની નોંધ મીડિયાએ પણ લીધી છે. ZEE ૨૪ કલાક ચેનલ ધ્વારા આ શાળાને મોડેલ સ્લરુપે લોકો સમક્ષ મુકી છે. આજના જમાનામાં લોકો જ્યારે શાળા અને શિક્ષકો વિશે ગમેતેમ બોલતા સહેજ પણ વિચારતા નથી એવા સમયમાં ZEE૨૪ કલાક ચેનલ દ્વારા આ શાળાને લોકો સમક્ષ મુકીને એવા લોકોના મોઢા પર STOP નુંં લેબલ માર્યું છે.
♞ આ શાળાની પ્રવૃત્તિઓના ફોટા આ શાળાની કામગીરીની સાબિતી પુરે છે. શાળા દ્વારા "સાફલ્ય...એક સાકારિત સ્વપ્ન" નામનો માસિક અંક પણ શરુ કરવામાં આવ્યો છે. મારા કામનો મને આનંદ, મને આવડશે જ, હુ કરીશ, રમીશું અને ભણીશું, અનુભવ કરીએ શીખીએ, કેવી મજા છે ભાઇ... મારી શાળામાં, વાલી સાથે સંવાદ, શરુઆત તો કરીએ... માર્ગ હજારો મળશે આ બધા એમના બાળકો માટેના કાર્યો અનુસંધાને લેખનના મુદ્દા છે.
♞ આ શાળાની નોંધ સરકાર દ્વારા પણ લેવી આવી છે. માનનીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે આ શાળાને "શ્રેષ્ઠ સ્વચ્છ શાળા"નું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા આ શાળાને "સ્માર્ટ શાળા" તરીકે પણ પસંદ કરવામાં આવી છે.
♞ આ શાળામાં વિદ્યાર્થીઓ તથા વાલીને આપવામાં આવતા તમામ સર્ટિફિકેટસ તથા પ્રમાણપત્રો કમ્પ્યરાઇડ્સ છે. આ ઉપરાંત સ્માર્ટ પ્રજ્ઞા કલાસ ચલાવે છે. ધોરણ 1થી 8 ના તમામ વર્ગોની સંખ્યા 2314 તથા શાળા પરિવારના 51 ગુરુજનો થઈને વિશાળ પરિવાર હોવા છતાં ખુબ સુંદર રીતે કાર્ય થાય છે. સોશિયલ મીડિયામાં પણ આ શાળાએ  પોતાના કાર્યો ને વહેતા મુક્યા છે.

No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.