શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Sunday, December 8, 2019

BEST SCHOOL OF THE WEEK

આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે.....


શ્રી નવાનદીસર પ્રાથમિક શાળા


આજે હુ તમને એવી શાળાની મુલાકાત કરાવુ કે જે સંપૂર્ણપણે બાળકેન્દ્રી વિચારો પર ચાલે છે. શાળામાં બાળકો હસતાં-હસતાં અને રમતાં-કુદતાં આવે છે. સાથે મસ્તીથી ભણે અને જ્ઞાન મેળવે છે. તેથી આ શાળાને " મસ્તી કી પાઠશાલા " એવું ઉપનામ પણ આપવામાં આવ્યું છે.
નવાનદીસર પ્રાથમિક શાળાનું પરિસર ભલભલી પ્રાઇવેટ  શાળાઓને શરમાવે તેવું છે. શાળા કમ ગાર્ડન કહીયે તો ખોટું નહી. લીલોતરી ભરેલું શાળા પરીસર બાળકોને પ્રભાવિત કરે છે. રંગોથી ભરેલી આ શાળા ખરેખર બાળકોને ગમીજાય  તેવું વાતાવરણ ઉભું કરવામાં સફળ રહી છે. શાળાના વિદ્યાર્થીઓને પોતાના પ્રયોગો કરવામાં અહીં પ્લેટફોર્મ મળી રહે છે. વળી શાળાની દીવાલો કૈક ને કૈક નવું શીખવવા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. 
આ શાળા ની ઓફિસે ની એક દીવાલ અનેક ઇનામો અને સિલ્ડથી ભરેલી છે. જે શાળાની ઉત્તમ કામગીરીનો પુરાવો છે. શાળાના વિદ્યાર્થીઓ રમતોત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવી શાળાકીય પ્રવૃત્તિઓમાં બાજી મારે છે. હમણાં હમણાં શાળાના બાળકો ને અવનવા રંગબેરંગી ટીશર્ટ વાળો યુનિફોર્મ આપી ને અલગ જ ઓળખ બનાવી છે. સામાન્ય રીતે શાળાના બાળકો ને શર્ટ જ યુનિફોર્મ માં જોવા મળતાં  હોય છે અને વળી  એ પણ એક જ રંગ ના પરંતુ આ શાળાએ એક નવી જ પહેલ કરી દેખડીઅલગ અલગ રંગ નો યુનિફોર્મ છે ને નવું ?
શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ ની વાત કરીયે તો આખા સ્ટાફની  સાથે રહી ને શાળાને એક શ્રેષ્ટ શિક્ષણ આપતું વિદ્યાધામ બનાવવામાં કાર્યશીલ છે. શાળાને સોશિયલ મીડિયામાં NVNDSR (નવાનદીસર )
નામ આપીને એટલા અંશે ફેલાવી છે કે શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ પણ આ બાબતનો સ્વીકાર કરીને પોતપોતાના IDમાં નામ સાથે  NVNDSR જોડી દીધું છે. શાળાના આચાર્ય શ્રી ગુજરાત રાજ્યનો તમામ શિક્ષકોને તાલીમ આપવાના પ્રોગ્રામ અને BISAG પ્રોગ્રામ માં પણ અવારનવાર જોવા મળે છે.
 ⎈ આ શાળાની મુલાકાત માટે ઘણા શિક્ષકો આવતા હોય છે. ખરેખર આવી શાળામાં જય મુલાકાત અવશ્ય લેવી જોઈએ .









No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.