શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Sunday, October 6, 2019

SCHOOL OF THE WEEK




આ અઠવાડિયાની અમારી શ્રેષ્ઠ શાળા છે....
          
              શ્રી ગઢેચી પ્રાથમિક શાળા 


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની આ શાળા તેની ઘણી બધી પ્રવૃત્તિઓના કારણે આજુબાજુના ઘણી શાળાઓમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે. શાળાના વિદ્યાર્થીઓનો ગણવેશ કોઈ પ્રાઇવેટ સ્કૂલ જેવી અનુભૂતિ કરાવે છે. અંતરિયાળ અને છેવાડાનું ગામ હોવા છતાં વિધાર્થીઓ કોઈ  સીટીમાં ભણતા હોય તેવો અનુભવ કરે છે. ઘણીબધી શાળાઓના શિક્ષકો જ્યાં શાળા છૂટે ને બાળકોની સાથે જ પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે એવા સમય માં આશાળા પોતાના સમય માટે આગવી ઓળખ છે. રોજ સવારે 9 વાગે ખુલતી આશાળા રવિવારે પણ 2 કલાક માટે શરુ જ હોય છે. વેકેશનના સમયગાળા દરમિયાન પણ આશાળા મરજિયાત પણે ખુલ્લી રહે છે. શાળાના આચાર્ય શ્રી  વિરમભાઇ જણાવે છે કે " કઠોળ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી." અને આ શાળા એમની અને એમના સ્ટાફ મિત્રો ના પરિશ્રમનું જ પરિણામ છે. શાળા માં અવનવી પ્રવૃત્તિઓ, ઉત્સવો, સ્પર્ધાઓ, સરકારી કાર્યક્રમો  વિધાર્થીઓને શાળામાં આકર્ષે છે. અને શાળામાં બાળકોને રસ પડે તેવી કાર્યશૈલી અને શિક્ષણના કારણે આ શાળા સોશ્યિલ મીડિયા માં પણ પોતાની ઓળખ બનાવી શકી છે.

  
આપની શ્રેષ્ઠ શાળાનુ સર્ટિફિકેટ BEST SCHOOL COLLECTION ટેબમાં જઇને DOWNLOAD કરી શકશો.

No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.