શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Sunday, October 6, 2019

શાળા નવરાત્રી 2019

શ્રી મોટીવિરવા પ્રાથમિક શાળામાં તા. 4/10/2019 ને શુક્રવારના રોજ શાળા નવરાત્રી 2019નું  આયોજન કરવામાં આવ્યું. આ વખતની વિશેષતા એ હતી કે આ વખતની નવરાત્રી માં વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ વિવિધ વેશ ધારણ કરીને આવ્યા હતા. જેથી નવરાત્રી માં " સોના માં સુગંધ ભળી ગઈ " કાર્યક્રમની શરૂઆત વેશભૂષા થી થઇ હતી. ધોરણ પ્રમાણે વિધાર્થીઓને બોલાવીને " પસંદગી સમિતિ દ્વારા દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી અને વર્ગ પ્રમાણે પસંદ થયેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા. 



 નવરાત્રીની શરૂઆત સૂચનો થી થઇ જેમાં શાળાના શિક્ષકશ્રી  રામજીભાઈ ડામોર તથા વિનોદભાઈ કટારા દ્વારા વેશભૂષાના કપડામાં જ નવરાત્રીના ગરબા ઘૂમવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ માં સરસ્વતીની મૂર્તિની આરતી કરવામાં આવી. જેમાં શાળા આચાર્ય સહીત તમામ શિક્ષકો એ માતાજીની આરતી ઉતારી ખાસ કરીને શાળા ના મુસ્લિમ શિક્ષક એમ.એસ.મલેક અને શાળા ની વેશભૂષામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ પણ આરતી ઉતારી હતી. આ પ્રસંગે શાળાના  મધ્યાહ્નભોજન સંચાલક દ્વારા "જલેબી - ફાફડી "ની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

વિડિયો જોવા માટે ⬇ ટચ કરો


➤ શાળાના વિદ્યાર્થીઓ ગરબાના તાલે  ખુબ જુમ્યા શાળા અભ્યાસના ટેન્શનને ભૂલી  જાણે ફ્રેશ થઇ ગયા હતા. આ પ્રસંગે સૌ શિક્ષક મિત્રોએ પણ ગરબા રમવાનો આનંદ લીધો.


 "વિદ્યાર્થીઓના રંગે રંગાણા  શિક્ષકો" આ લાઈન એટલા માટે કે અત્યાર સુધીતો તમે એ સાંભળ્યું હશે કે શિક્ષકના રંગે રંગાણા  વિદ્યાર્થીઓ પણ આ નવરાત્રી મહોત્સવ માં શાળાના ભુલકાંઓના વેશ જોઈને શિક્ષકોને પણ વેશ પહેરવાની ઈચ્છા થઇ ગઈ ને પહેરી પણ લીધો. ટૂંક માં શિક્ષણનો નિયમ છે કે બાલકે હંમેશ પ્રસન્ન હોય તો શિક્ષણમાં હકારાત્મક અસર જોવા મળે છે. એ બાબત અહીં સાબિત થયેલી જોવ મળે છે. બાળકો સાથે શિક્ષકોનોઆવો  ઉત્સાહ હાર હંમેશ બની રહે એવી માં શારદા ને પ્રાર્થના.

No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.