આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે...
♕ શ્રી મોણપર કન્યા પ્રાથમિક શાળા ♕
સંપ શિસ્ત સમયપાલન જેના મુખ્ય સૂત્રો છે તેવું જ તેનું કામ પણ છે. મોણપરમા બીજી ત્રણ શાળાઓ છે. એ પૈકી આ કન્યા શાળા આગવું મહત્વ ધરાવે છે. મોણપર કન્યા શાળા ના ભૂતપૂર્વ આચાર્યશ્રી બી.એચ.ગોંસાઇ ની ગાંધીવાદી વિચારસરણી શાળાને ખુબ પ્રગતિ ના માર્ગે દોરી ગઈ છે. સ્ટાફ મિત્રો ભલે શાળાના ટાઈમે આવે પરંતુ આ આચાર્ય શ્રી શાળાને પોતાનું બીજું "ઘર" માનીને શાળા સમય કરતા પહેલા આવી જાય છે. વિદ્યાર્થીઓ આવે તે પહેલા તો શાળાની અડધી સફાઈ શાળાના આચાર્યશ્રી ઘ્વારા થઇ ગઈ હોય છે. પોતાના ઘરની જેમ સચવાતી મોણપર કન્યા શાળામાં સુવિધાઓનો કોઈ અભાવ નથી. પૂરતા વર્ગો, સાસ્વતી મંદિર, અદ્યતન એ.સી વળી કમ્પ્યુટર લેબ, પ્રાર્થના હોલ, ફિલ્ટર પ્લાન્ટ ધરાવતી 13 નળ વાળી જળ કુટીર, શાળા બાગ, વર્ગોમાં માર્કર પેન સહિતના વાઈટ બોર્ડ, અને સ્વછતાતો આ શાળા ની ઓળખ છે. અહીંના સ્વછતા સંકુલ પણ સુગંધિત હોય છે.
હાલમા નવા બનેલા HTAT આચાર્યશ્રી શંભુભાઈ પણ શાળામાં જાણે વર્ષોથી હોય એમ ભળી ગયા છે. મોણપર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓની દરરોજ ની પ્રાથના ખુબ જ સુંદર હોય છે. આ ઉપરાંત તે દરરોજ સરસ્વતી ના મંદિરમાં રંગોળી પણ બનાવે છે. શાળાના શિક્ષકો વિરામ સમયમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે જેના પુરાવા હાલ પણ ઓફિસે માં કાચની પેટીમાં મઢેલા જોવા મળે છે
શાળા જેટલી સુંદર છે તેટલો જ તેનો વહીવટ પણ સુંદર અને ચોખ્ખો છે. ઘર પૈસા કાઢીને પણ અહીં ઉત્તમ માં ઉત્તમ કામો થયેલ જોવા મળે છે. શાળામાં દાતાઓનું યોગદાન ખુબ જ છે અવાર નવાર દાતાશ્રીઓ પોતાના ધન ભંડારનો થોડોક ભાગ દીકરીઓ પાછળ વાપરવાનું ચુકતા નથી. હાલ પણ ભુપતભાઇ શેઠ કે જે ગામમાં અને શાળામાં "ભૂપતદાદા" ના નામ થી જાણીતા છે તે અવાર નવાર શાળા ની મુલાકાતે આવી શાળાને જોઈતી જરૂરિયાતો માટે મદદ કરે છે. દીકરીઓ માટે શાળા બનાવવાથી માંડી ને આજ દિન સુધી તે શાળાને ઉપયોગી અને મુખ્ય દાતા રહ્યા છે.
કન્યા શાળામાં દરેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. ઉપરાંત "માં-બેટી સંમેલન" "માતૃ-પિતૃ પૂજા" તથા "મારો માર્ચ પ્યારો માર્ચ" જેવા મોટા પ્રોગ્રામો પણ થાય છે. મહેમાનો નું સ્વાગત કરવું એ આ શાળાની આગવી ઓળખ છે.
No comments:
Post a Comment
આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.