આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....
♕ શ્રી ઉચ્ચ પ્રાથમિક શાળા નંબર 17 થાનગઢ ♕
જયાંથી વિદ્યાર્થીઓને જીવન જીવવાનો અનુભવ પ્રાપ્ત થાય તે
અનુભવની પાઠશાળા એટલે શ્રી થાનગઢ શાળા નંબર 17. આ શાળાએ સોશિઅલ મીડિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થકી શાળાના વિદ્યાર્થીઓને અનુભવ પુરા પાડવામાં આવે છે. શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ જોશી તથા શિક્ષકો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે. શાળા ના શિક્ષિકા બહેનો પણ દરેક પ્રવૃત્તિઓને સુંદર રીતે બાળકો સાથે કરે છે. ખાસ કરીને શાળાના શિક્ષિકા બેન શ્રી રીનાબા ઝાલા કે જે વિદ્યાર્થીઓના પણ લાડકા છે તે પોતાની નવીન પ્રવૃત્તિઓ થી શાળાના બાળકોને અનુભવ સભર બનાવે છે. થોડાક સમય પહેલા જ ગયેલ 'ગણેશ ચતુર્થી " પર માટીના ગણપતિની મૂર્તિ બનાવી ને ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો ને એ સાથે બાળકો ને ધાર્મિક તહેવારો વિશેનો એક અલગજ અનુભવ પૂરો પાડ્યો. સાથે સાથે માટીમાંથી ગણપતિ બનાવી પાણીના પ્રદુષણ ને અટકાવવાનો અનુભવ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો.
શાળાના વિદ્યાર્થીઓ માટે દાતાશ્રીઓની શોધ કરીને સુંદર મજાનો કોઇ પ્રાઇવેટ સ્કુલને ફીક્કી પાડે તેવો યુનિફોર્મ બનાવવાના મસમોટા કાર્યને આ શાળાએ પાર પાડયું છે.
બાળકો સાથે બાળક બની રમવું, ને બાળકોને વિવિધ પાત્રોમો ઓતપ્રોત કરીને પાત્રોનુ જ્ઞાન આપવુ આ શાળાની આગવી ઓળખ છે.
શાળાના દરેક કાર્ય, પ્રવૃત્તિ, રમતો કે શિક્ષણમાં થતી રહેતી ગતિવિધિઓને વિડિયો એડીટીંગ કરી સુંદર બનાવી સોશિયલ મીડિયામાં પણ મુકવામાં આવી રહી છે જેથી કરી અન્ય શાળાઓને પણ પ્રેરણાદાયી બની શકે. શાળાના આવા કાર્યો લોકોમાં ખુબ પ્રશંસા પામ્યા છે.
આપની શ્રેષ્ઠ શાળાનુ સર્ટિફિકેટ BEST SCHOOL COLLECTION ટેબમાં જઇને DOWNLOAD કરી શકશો.
No comments:
Post a Comment
આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.