➦ શ્રી મોટીવિરવા પ્રાથમિક શાળા માં તા. 4/10/2019 ને શુક્રવારના રોજ શાળા નવરાત્રી સાથે "વેશભૂષા" નું આયોજન કરવામાં આવ્યું. ખરેખર વેશભૂષા એ શિક્ષણ ને ખુબજ અસરકર્તા છે. વેશભૂષાના કારણે વિધાર્થીઓ વિવિધ પાત્રોથી પરિચીત થાય છે. સાથે સાથે એ પાત્રોની જરૂરિયાતો તથા તેમને થતા અનુભવો થી માહિતગાર થાય છે.
➦ અમારી શાળા માટે વેશભૂષાનો આ પહેલો અનુભવ હતો. બોટાદ તાલુકાના છેવાડાનું અને રાજકોટ જિલ્લાની ની સીમા પર આવેલું બોટાદનું છેલ્લું ગામ એટલે મોટીવિરવા. અહીંના લોકો ખૂબ જ જુનવાણી પદ્ધતિમાં જીવન ગુજારે છે. સાથે સાથે ગામનો વિકાસ પણ નહિવત કહી શકાય તેવો છે. પાણીની સમસ્યા તો અહીં ખરી જ. અહીં કોળી સમાજ, દેવીપૂજક સમાજ અને ભરવાડ સમાજના લોકો ની વસ્તી ધરાવતા આ ગામના વિદ્યાર્થીઓ ને ટી.વી સીરીયલ કે ફિલ્મોના અનુભવ પણ ખૂબ જ ઓછો. આવામાં વિધાર્થીઓએ પોતાના ગામમાં જોયેલા અને ભજવાતા આખ્યાન કે નવરાત્રીના ખેલ (કાઠીયાવાડમાં નવરાત્રીમાં ભજવવામાં આવતા વિવિધ પાત્રો વાળી કલા) અને ગામમાં જીવન જરૂરી વસ્તુઓ વેચવા આવતા ફેરિયા પૂરતો અનુભવ. આ બધી બાબતો થી અજાણ અમે, ને એમાં શાળામાં વેષભૂષાનું આયોજન કર્યુ. દરેક વિદ્યાર્થીઓને એમને ગમતા પાત્રો આપી દેવાયા, થોડી નહિ પણ ઘણી બધી સમાજ આપવામાં આવી. સમાજ પહેલા તો કોઈ વિધાર્થી કોઈ પણ પાત્ર લેવા તૈયાર જ નહોતા. છેવટે ધીમે ધીમે બધાએ પાત્રો સ્વીકાર્યા. થયું કે વિધાર્થીઓ પ્રાઈવેટ સ્કૂલની જેમ વેશ પહેરીને આવશે. બીજો દિવસ થયો સવારે ઘણાખરા વિદ્યાર્થીઓ આવી ગયા હતા અમે પહોંચ્યા તો જોયું ને
અચંભો ...! કેમ કે કેટલાક બાળકોને મૂછ કે દાઢી કઈ રીતે કરવી એ જ ખબર ના પડી ને મોઢું કાળું કરીને આવ્યાતા તો કેટલાક લાલા રંગની મૂછ બનાવીને આવ્યા હતા. કેટલાક તો રાજા બનવા માટે પોતાની પાછળ નાહવાનો રૂમાલ બાંધીને આવ્યા હતા. આ રીતે તો જે પાત્રો આપવા માં આવ્યાતા તે ઓળખાતા જ નહોતા. પણ એમાં અમારો કોઈ વાંક નહોતો કારણ મેં પહેલા જ આપી દીધું કે અમે પહેલી વાર જ આ આયોજન કરું હતુ. પછી શાંતિથી બધાને થોડાક થોડાક સુધારા કરીને યોગ્ય બનાવ્યાને સાચું રૂપ સામે આવ્યું. થોડુંક મોડું થયું પણ છેવટે બધા પત્રો ઓળખાય એમ છતા થયા.
➦ શાળાના શિક્ષકોની પસંદગી સમિતિ તરીકે રચના થઇ કે જેમને શ્રેષ્ઠ વેશભૂષા પાત્રની પસંદગી કરી.
➦ શાળાના આચાર્યશ્રી દ્વારા દરેક વર્ગના વિદ્યાર્થીઓને ક્રમ આપીને નવાજવામાં આવ્યા ઇનામ પણ આપવામાં આવ્યા.
➦ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને એક નવો અનુભવ થયો. સાથે નવું જાણવા પણ મળ્યું. ટૂંકમાં કાર્યક્રમ સફળ રહ્યો.
No comments:
Post a Comment
આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.