શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.

Wednesday, October 2, 2019

ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2019


2 ઓક્ટોબર 2019
               ⇝સત્ય , અહિંસાના પાઠ શીખવનારા અને દેશના લોકોને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરનારા પૂજ્ય મહાત્મા  ગાંધી નો આજે જન્મ દિવસ હતો. આપણે સૌ તેને   "ગાંધી જયંતિ"   તરીકે     ઉજવીએ   છીએ,   શ્રી મોટીવીરવા  પ્રાથમિક પણ   "ગાંધી જયંતિ"ની   ખૂબ જ  સુંદર  રીતે ઉજવણી કરવામાં આવી.  પ્રાર્થનાસભા બાદ કાર્યક્રમની શરૂઆત  કરવામાં  આવી. કાર્યક્રમની શરૂઆત  રેલી  કાઢીને  કરવામાં  આવી  જેમાં ગામના સરપંચ   શ્રી   તથા      તાલુકા   પંચાયતના    મહિલા અધિકારીબેનશ્રી હાજર   રહ્યા  હતા. પરત આવી સભા કરવામાં  આવી   જેમાં સૌએ   "વૈષ્ણવજન તો  તેને રે કહીએ......."   ગીત   દ્વારા બાપુને યાદ કર્યા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ    વકતવ્ય આપવામાં આવ્યા. સાથે સાથે  પ્લાસ્ટિક ના  વાપરવા માટેની પ્રતિજ્ઞા  પણ લેવામાં આવી. શાળાના આચાર્ય શ્રી એ  પ્રસંગને  અનુરૂપ સુંદર મજાનું વક્તવ્ય આપ્યું. બાપુ હંમેશા સફાઈના આગ્રહી  હતા  તેથી સૌએ   સાથે મળીને  આ પ્રસંગે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ દ્વારા  ગ્રીન બોર્ડ પાર બાપુનું પ્રેરણાત્મક ચિત્ર દોરી તેમાં પ્લાસ્ટિક ના વાપરવા માટે સૂચન કરવામાં આવ્યું.


No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.