આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....
અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાનું વીસલપુર ગામ ને એમાંં
સરકારી પ્રાથમિક શાળા એટલે "સર્જન માટેની પાઠશાળા" જી હા આ શાળા ગામના નાના નાના ભુલકાઓના સર્જનોને મુકવા માટે પ્લેટફોર્મ સમાન છે. એટલું જ નહી આ શાળા પોતાના આગવા સર્જનો દ્વારા બાળકના જીવનને સફળ અને સરળ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રંગોની સમજ મેળવે એટલું જ નહીં પણ આ સમજ લાંબા સમય સુધી ટકી રહે તેવા સુંદર હેતુથી આ શાળામાં "રંગોના વિવિધ ડે"ની ઉજવણી થાય છે. આ શાળાના વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે સાથે સારું પોષણ મેવે તેવા હેતુથી આ શાળામાં "આવો શિયાળામાં બાળકોને શાકભાજી ખવડાવીએ" કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને "બીટ" ખવડાવી તેના ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા.

મહેંદી સ્પર્ધા, રમતોત્સવ, વિવિધ ડેની ઉજવણી વગેરે જેવી સ્પર્ધાઓ ઉપરાંત આ શાળામાં બાળકના જન્મ દિવસે "છોડ" વાવીને પર્યાવરણ જાગૃતિની સમજ કેળવવામાં આવે છે.
આ શાળાની આગવી ઓળખ છે આ શાળાની બે સેવિકાબહેને શાંતાબેન તથા સુમિત્રાબેન આ બંને બહેનો શાળાને સ્વચ્છ બનાવવા પુરેપુરી તકેદારી રાખે છે. એ પછી શાળાનો અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો હોય, શાળાના વર્ગો હોય કે શાળા પરિસર હોય બધામાં આપને સ્વચ્છતાના દર્શન થાય છે.
હમણાં ગત 9 જાન્યુઆરી 2020ના રોજ આ શાળામાં ભવ્ય વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જે કાર્યક્રમમાં ગુજરાત રાજયના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ જે. પટેલ, દસક્રોઈ તાલુકાના ધારાસભ્યશ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાકેશભાઈ આર.વ્યાસ, અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. મુકેશભાઈ એન.પટેલ તેમજ શાળાના ટ્રસ્ટી મંડળના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી કૌશિકભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજના સુધારા માટે શિક્ષણના મહત્વની વાત કરી હતી.તેમજ તેમને શાળામાં મોબાઈલ પ્રતિબંધ તેમજ શાળાના દરેક બાળકો દ્વારા નાસ્તામાં ઘરેથી ટિફિન લાવવાની વ્યવસ્થાને વખાણી હતી. આ પ્રસંગે શાળાના માનદમંત્રીશ્રી ધીરેશભાઈ ટી.શાહે મહેમાનોને આવકારતા શાળાના સર્વાંગી વિકાસની વાત કરી હતી. આ નિમીત્તે શાળાના આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ દ્વારા શાળાની ટૂંકી ઝાંખી કરાવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, ગરબા,દેશભક્તિ જેવા ડાન્સ પર ખુબજ સારું પર્ફોમન્સ આપ્યું હતું. વાર્ષિકોત્સવની ઉજવણીમાં શાળાના વાલીમિત્રો તેમજ ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી.શાળાના શિક્ષકમિત્રોએ ખુબજ ખંતપૂર્વકની મહેનત કરી વાર્ષિકોત્સવને સફળ બનાવ્યો હતો.
No comments:
Post a Comment
આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.