આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે.....
♕શ્રી વાઘજીપુર પ્રાથમિક શાળા♕
♣શાળ કક્ષાએ વિવિધ પ્રયોગો કરી જાત મહેનતથી "પ્રયોગોની પાઠશાળા" એવી આગવી ઓળખ બનાવનાર આ શાળા ખરેખર વિદ્યાર્થીઓને જે જ્ઞાન પીરસે છે તે અદભૂત છે. શાળામાં ખરેખર અવનવા પ્રયોગો થતા રહે છે. શૈક્ષણીક પ્રયોગોના કારણે આ શાળા "પ્રયોગોની પાઠશાળા" નું બિરુદ પણ મેળવી શકી છે.
♣વાઘજીપુર પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ પણ મળેલ છે. અવનવી પ્રવૃત્તિઓ અને પ્રયોગો ના કારણે આ શાળાએ સોશિયલ મીડિયામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સાચા અર્થ માં શિક્ષાનું દાન કોને કહેવાય એ આ શાળાએ સૌને શીખવ્યું છે.
♣ખાસ કરીને " ઇકો ફ્રેન્ડલી શૌચાલય " જેવી ઇનોવેટિવ બાબતો માટે થઇ ને આ શાળાને દિલ્હી માં પણ પોતાની ઓળખાણ છે. શાળાની કામગીરી અને પ્રયત્નો
જોઈને દાતાઓ પણ શાળા માં દાનની લ્હાણી કરે છે. વેકેશનમાં જરૂરિયાત વાળા લોકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ આ જ શાળા માં જોવા મળે છે. શાળાના કર્મયોગી આચાર્ય શ્રી કુલદીપસિંહ ચૌહાણ ના પ્રયત્નોની આ ફલશ્રુતિ છે.
જોઈને દાતાઓ પણ શાળા માં દાનની લ્હાણી કરે છે. વેકેશનમાં જરૂરિયાત વાળા લોકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ આ જ શાળા માં જોવા મળે છે. શાળાના કર્મયોગી આચાર્ય શ્રી કુલદીપસિંહ ચૌહાણ ના પ્રયત્નોની આ ફલશ્રુતિ છે.
♣ફળાહાર, તહેવારોની ઉજવણી, બાળકો સાથેની અવનવી પ્રવૃત્તિઓ ને કારણે આ શાળા સતત ધબકતી રહે છે. IIM AHMEDABAD ઘ્વારા આ શાળાનું ઇનોવેશન શ્રેષ્ઠ
ઇનોવેશન તરીકે પણ પસંદગી પામ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ માટે થતી બાળસંસદ ચૂંટણીમાં આ શાળાએ " એક છોડ એક વોટ " આધારે સૌથી વધુ વોટ મેળવનાર ને વિજેતા બનાવ્યા હતા. આવા તો અનેક ઇનોવેશન અને પ્રયોગો થી ભરેલી છે આ શાળા એટલે જ તો આ શાળા ને " પ્રયોગોની પાઠશાળા " નું બિરુદ મળ્યું છે. વધુ વિગત માટે શાળાની મુલાકાત લેવાનું ચુકતા નહિ.

પ્રયોગોની પાઠ શાળાની પ્રવૃત્તિઓ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
ReplyDeletehttp://vaghjipurpsschool.blogspot.com/?m=1
અદભુત શાળા. જાણવા અને માણવા જેવી શાળા 🙏🙏👍👍અભિનંદન કુલદીપસિહજી🌹🌹🌹
ReplyDeleteખુબ સરસ રજૂઆત સાથે વાઘજીપુર શાળા પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ
ReplyDeleteઅવનવા શૈક્ષણિક પ્રયોગો કરી બાળકોને સતત પ્રોત્સાહન આપતી શાળા એટલે પ્રયોગોની પાઠશાળા...
ReplyDeleteઆપ સૌના સહકારથી અમારા બ્લોગની શોભા વધી રહી છે.આપણે સૌ સાથે જ છીએ. બાળપ્રેમી ગુરુજીઓ આપ સૌનો આભાર. જય શિક્ષક 🙏
ReplyDelete