આ અઠવાડિયાની શ્રેષ્ઠ શાળા છે....
♕શ્રી ભંડારીયા પ્રાથમિક શાળા♕
➤ "ગ્રીનશાળા' ઉપનામ ધરાવતી આ શાળા ખરેખર ગ્રીન છે. શાળાની હરિયાળી ગામના બાળકોને આકર્ષે છે. શાળાનું હરિયાળીભર્યું વાતાવરણ શિક્ષણમાં ખુબ જ અસરકર્તા છે.
➤ શાળાના આચાર્યશ્રી વિજયસિંહભાઇ ગોલેતરના મત મુજબ પ્રકૃતિમાંથી પણ અસરકારક શિક્ષણ મેળવી શકાય છે. અને આ વિધાનને એમણે IIM અમદાવાદ ધ્વારા લોકો સમક્ષ મુકીને સાબિત પણ કર્યું છે. પ્રકૃતિનો શિક્ષણમાં ઉપયોગ કરી બાળકોને અસરકારક શિક્ષણ આપવા બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન્માન પણ મેળવી ચુક્યા છે. તલગાજરડા મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ-શિક્ષકનો એવોર્ડ પણ મેળવેલ છે. આ બધી બાબતો એ સૂચવે છે કે શિક્ષણમાં પણ જીવ રેડનારા શિક્ષકો છે ખરા .
➤ અવાર નવાર શાળાના આવા વાતાવરણ અને શિક્ષણથી પ્રભાવિત થઇ ને બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી ઘ્વારા આ શાળાને અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ ગણાવી છે. તથા શાળાના આચાર્યશ્રી વિજયસિંહભાઈ ને ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ઇન્ચાર્જ) તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.
➤ શાળાઓમાં સામાન્ય રીતે થતી બધી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત શાળા માટે આવી સુંદર કામગીરી એ શાળા ને દીપાવી દીધી છે. વિદ્યાર્થીઓને તો ભણવા માટે બોલવા જ ન પડે પ્રકૃતિ ના સાનિધ્ય માં રહેવું કોને ના ગમે. બાળકો જ નહિ પણ મોટાઓને પણ જાણે કોઈ બગીચામાં બેસી ને ભણવાનો અનુભવ અહીં થાય છે.
➤ શાળાનો તમામ સટાફ આ પ્રકૃતિમય વાતાવરણનો લાભ લઈને સુંદર મજાનું શિક્ષણ આપી રહ્યો છે.
આ શાળા માટે જેટલું લખીએ એટલું ઓછું પડે. મેં તો જે લખ્યું એ ફક્ત એક ઝલક છે વધુ જાણવા માટે શાળાને સાક્ષાત જોવી જ રહી. મને વિશ્વાસ છે કેઆપણે ત્યાં અનેક ઘણું નવી જાણવા મળશે. જે મારા થકી આપણા વિધાર્થીઓને જરૂર કામે લાગશે.
Nice
ReplyDeleteNice
ReplyDeletejigs ji khub khub aabhar. aap jewa sixako thi amara blog ni shobha vadhi rahi chhe. jay sixak
ReplyDelete