શાળા ઝરમર બ્લોગમાં આપનું સ્વાગત છે.
       ★ શાળા ઝરમરની શરૂઆત સિધ્ધિને સંગ ★ 




ચક્રફેંક 

શ્રી મોટીવિરવા પ્રા. શાળાના  વિદ્યાર્થીઓએ  આ વખતે બોટાદ ખાતે યોજાયેલ તાલુકા  કક્ષાના ખેલ મહાકુંભ 2019માં  એથ્લેટીક્સ વિભાગની   દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બ્રોડજમ્પ  જેવી  રમતોમાં ભાગ લીધેલ જેમાંથી અંડર-17 વિભાગમાં તલસાણિયા કિશોરભાઈએ 100મી. દોડમાં બીજો ક્રમ તથા બરછી ફેંકમાં ત્રીજો ક્રમ અંડર-14 વિભાગમાં તલસાણિયા ઈશ્વરભાઈએ ચક્રફેંકમાં પ્રથમ ક્રમ તથા ગોળાફેંકમાં પ્રથમ ક્રમઅંડર-11 વિભાગમાં તલસાણયા રોશનભાઈએ 50મી. દોડમાં પ્રથમ ક્રમઅંડર-9 વિભાગમાં વાઘેલા હર્ષદભાઈએ બીજો ક્રમ પ્રાપ્ત  કરેલ છે 


દોડ 

દોડ 


















⧪ હમારી  છોરીયા ભી છોરો સે કમ હે કે......?


તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2019 માં શાળાના છોકરાઓની જેમ  છોકરીઓએ પણ એટલો જ દબદબો જમાવ્યો છે. અંડર-14 વિભાગમાં ચક્રફેંકમાં ગાબુ ભાનુબેને પ્રથમ ક્રમ તથા  ગોળાફેંકમાં બીજો ક્રમ , 200મી. દોડમાં મીઠાપરા શીતલબેને બીજો ક્રમ, 100મી. દોડમાં બરોલીયા શીતલબેને બીજો ક્રમ, અંડર-11 વિભાગમાં બ્રોડજમ્પમાં બરોલીયા દક્ષાબેને પ્રથમ ક્રમ મેળવેલ છે 





☀ પ્રેરણા સ્ત્રોત 

ગત વર્ષે યોજાયેલ ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ મળેલ સ્થાન તથા રાજ્ય કક્ષાએ જવાની ઈચ્છાએ  આ વર્ષે  છોકરા છોકરીઓ થઈને કુલ 36 વિદ્યાર્થીઓને  ખેલમહાકુંભમાં  જવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ઉપર મુજબના વિદ્યાર્થીઓને સફળતા મળેલ છે.  હવે તે  જિલ્લા કક્ષાએ બોટાદ તાલુકા વતી વિવિધ રમતોમાં ભાગ લેશે.


⇨  સફળતાના સૂત્રો 

➤ પી.આર.લાડોલા 

➤ જયંતીભાઈ  બારૈયા


➽  શુભેચ્છકો 
  • રામજીભાઈ  ડામોર 
  • વિનોદભાઈ કટારા 
  • શિરીષભાઈ અબાસણા 
  • રૂપેશભાઈ પટેલ 
  • રાજેશભાઈ  સિંહ 
  • કૌશિકભાઈ ઠાકર 
  • M.રઈશ  મલેક   
⧪સંપર્ક 
                9909972519
                mraish2182@gmail.com




     






No comments:

Post a Comment

આપ આપના પ્રતિભાવ અચુક આપશો. અમને સુધારા વધારાનો મોકો મળશે.